અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મીઠાપુર ગામમાં મહેશ ભાઈ જાદવે પરસોત્તમભાઈ હદવાણી ઉર્ફે દાસ પાસેથી થોડા દિવસ પહેલાં 5000 રૂપિયાની માંગ કરી હતી પરસોત્તમભાઈએ પૈસા ન આપતા તેમની ઉપર હુમલો કરાતા ગંભીર ઈજા પહોંચી હતી મીઠાપુર ગામના જ રહીશ મહેશભાઈ રામજીભાઈ જાદવે દારૂ પીને પરસોત્તમભાઈ હદવાણીને ફોન કરી ફોનમાં જ ગાળો આપી પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી પછી મહેશ ભાઈ જાદવે લોખંડના સળિયા વડે પરષોત્તમભાઈને માથાના ભાગે અને રાજેશ ભાઈ હદવાણી એ બરડામાં લાકડી વડે માર મરાતા ગંભીર ઇજા થઈ હતી ઇજાગ્રસ્તને કારમાં બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતાબગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોકટરે ઈજા વધારે જણાતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખાતે બગોદરા 108 દ્વારા રિફર કરવામાં આવ્યા હતા
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મીઠાપુર ગામમાં એક વ્યક્તિ ઉપર પૈસાની લેતી દેતી પ્રશ્ને પ્રાણ ઘાતક હુમલો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -