આજકાલ યુવાનોમાં વધી રહેલા હ્રદય રોગના હુમલા અંગે લોકોને જાગૃત કરવા અમદાવાદમાં જીજીસી યુથ ક્લબ દ્વારા ફેમેલી વોકેથોનનું આયોજન થયું હતું. શહેરના ગોદરેજ ગાર્ડન સીટીમાં યોજાયેલી આ ફેમેલી વોકેથોનમાં નાના-મોટા સૌ કોઇએ જોડાઇ સ્વાસ્થ્ય અંગે લોકોને જાગૃત કર્યા હતા. અમદાવાદના જાણીતા કાર્ડિયો સર્જન લોકોને સીપીઆરની તાલિમ આપી હાર્ટ એટેક વખતે કેવી રીતે લોકોનું જીવન
બચાવવું તે અંગે તાલિમ આપી હતી. વોકેથોનના કાર્યક્રમની શરુઆત વહેલી સવારે જુમ્બા ડાન્સથી થઇ હતી. ત્યારબાદ અગ્રગણ્ય મહેમાનોની હાજરીમાં વોકેથોનને લીલીઝંડી અપાઇ હતી. આ ફેમેલી વોકથોનમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઇ ગોદરેજ ગાર્ડન સીટીના વિવિધ કલસ્ટરોમાં ફરી લોકોને સ્વાસ્થ્ય અંગે જાગૃત કર્યા હતા. તથા ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ,
સાબરતમી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પટેલ અને ભાજપ નેતા ડો. ઋુતવિજ પટેલ અમદાવાદના ડેપ્યુટી મેયર જતિન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તો ભાઇ-ભાઇ ફેમ અરવિંદ વેગડાએ ગીતોની રમઝટ સાથે લોકોના દીલ જીતી લીધા હતા. તો ઉપસ્થિત મહેમાનોને પણ જીજીસી યુથ ક્લબની આ સામાજીક પ્રવૃતિને બિરદાવી હતી.