અમદાવાદમા ભુવો પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે વસ્ત્રાલના સુયઁમ ગીઁન્સ પાસે મસ મોટો ભુવો પડ્યો હતો દશ ફુટ પહોળો અને એટલો જ ઉંડો ભુવો એકાએક પડતા ભૂવો જોવા ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા આ ન્યુ આર ટી ઓ વાળા માગઁ પર રાતના દશ વાગ્યે એકાએક ભુવો પડતા આસપાસના ફલેટના રહીશો દોડી આવ્યા હતા સદનશીબે કોઈ વાહનચાલકો અને રાહદારીઓ તે સમયે પસાર થતાં ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર