અમદાવાદમાં પ્રયાસ સંસ્થા દ્વારા હોટેલમાં કામ કરતાં બાળક ને બાળ મજૂરીમાંથી મુક્તિ અપાવી હતી. તેમજ પ્રયાસ જુવેનાઇલ અને સેન્ટર સોસાયટી અમદાવાદ,BBA, લોકલ પોલીસ ને સાથે લઈને રાયપુર એરિયામાં હોટેલ પર બાળ મજદૂરી કરતા બાળકો ને મુક્ત કરવી હોટેલ ના માલિક ઉપર કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે રિપોર્ટ ચાઈલ્ડ વેલ્ફર કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળક ના પિતાજી નું નિવેદન લઈને, બાળક ના પિતા પાસે કોઈ દિવસ બાળક પાસે કામ કરાવશે નહિ તેવી બાહેધરી લઈ ને બાળક ને CWC ની સૂચના અનુસાર બાળકને તેના પિતા ને સોંપવામાં આવ્યો. આ ઉપરાંત પ્રયાસ સંસ્થા બાળ અધિકારો માટે દેશના અગિયાર રાજ્યોમાં કામગીરી કરે છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત જિલ્લામાં કામગીરી કરે છે.
રિપોર્ટર : ગોહેલ સોહિલ કુમાર