અમદાવાદનો જુહાપુરા વિસ્તાર જેને સંવેદનશીલ વિસ્તારમાં પણ ગણવામાં આવે છે. કારણ કે આ વિસ્તારની અંદર સૌથી વધુ મુસ્લિમ સમાજના સંપ્રદાયના લોકો રહે છે. પરંતુ આ વિસ્તારમાં કોમી એકતાનું પ્રતિક જોવા મળી આવ્યું છે. જોબડા વિસ્તારમાં રહેતા મધુબેનનું માંદગી બાદ અવસાન થતાં તેમની અંતિમ ક્રિયામાં 150 થી પણ વધુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહી તેમની અંતિમ ક્રિયામાં જોડાયા હતા. મોહમ્મદ શેખ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મધુબેન અમારા બાજુમાં છેલ્લા અંદાજિત 40-45 વર્ષથી રહેતા હતા. અત્યાર સુધી અહીંયા કોઈ પણ પ્રકારનો હિન્દુ કે મુસ્લિમનો ભેદભાવ રહ્યો નથી. અહીંયા તમામ લોકો એક સાથે રહે છે. સમગ્ર જુહાપુરામાં એક હિંદુ પરિવાર છે કે જે અહીંયા છેલ્લા 50 વર્ષથી રહેતું હતું. અહીંયા અમે તમામ તેમના તહેવાર હળી મળીને ઉજવીએ છીએ માનવતા એ જ સાચો ધર્મ છે. તેનાથી મોટો ધર્મ કોઈ હોઈ શકે નહીં. મધુબેનનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાન જુહાપુરા લાવીને મુસ્લિમ સમાજના લોકો દ્વારા તેમની અંતિમ વિધિ કરી હતી. આ અંતિમ વિધિ દરમિયાન કોમી એકતાનું પ્રતિક પણ જોવા મળી આવ્યું હતું.
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર