અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કુંવાર ગામની ગાયોને છારોડી રેલ્વે ટ્રેક ઉપર રેલ્વે સાથે ભટકાડીને તેમની હત્યા કરવામાં આવી તે બાબતને લઈને સમગ્ર હિન્દુ સમાજ માટે ગાય એ ફક્ત પવિત્ર પ્રાણી નહિ પરંતુ માતાનું સ્થાન ધરાવે છે પુજનીય ગાય માતાઓની હત્યા કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં જેમનો ઉલ્લેખ ઍફ.આઈ.આર.માં કરવામાં આવેલ છે. તારીખ:- ૦૩/૦૮/૨૩ ના રોજ મધ્ય રાત્રિ દરમિયાન કુંવાર ગામેથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજની ૨૦ જેટલી ગાયોને છારોડી રેલ્વે ટ્રેક ઉપર હાંકિ જઈને રેલ્વે સાથે ભટકાડીને તેમની હત્યા કરવા જેવુ નીંદનીય કૃત્ય કરવામાં આવેલ છે જેમાં ૧૫ જેટલી ગાયોનું સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ છે અને ૫ ગાયો ગંભીર રીતે ઘાયલ થયેલ છે જે જાણીને સમગ્ર ગૌભક્ત ગૌસેવક હિન્દુ સમાજની લાગણી આહત થઈ છે આ બાબતે ગામના અસમાજિક તત્વો દ્વારા ફરિયાદીને સંગઠિત થઈને હેરાન પરેસાન કરી અને સામાજિક બહિસ્કાર કરવાની ધમકી આપવામાં આવેલ છે.૨૦૦ જેટલા લોકોએ ટોળુ થઈને ફરિયાદીના ઘરે જઈને તોડ-ફોડ પણ કરેલ છે. જેની જાણ ફરિયાદીએ ૧૦૦ નંબર પર કોલ કરીને કરી હતી. આ બાબતે પ્રસાસન દ્વારા સત્વરે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ દોષિતોને કોઈ પણ ભોગે છોડવામાં ના આવે ઉપરાંત તેમની ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સમગ્ર ગૌ પ્રેમી હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત માલધારી સમાજને પૂરતો ન્યાય મળે તેવી માંગ કરવામાં આવે છે. જો આ બાબતે ત્વરિત ન્યાય ના મળ્યો તો સમગ્ર ગૌભક્તો દ્વારા ગાંધી ચિનધ્યા માર્ગે ન્યાય ના મળે ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે.
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર