બાવળા નગરપાલિકા ખાતે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સંકુલ ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે બાવળા નગરપાલિકા વહીવટદાર અને મામલતદારશ્રી સી.એલ.સુતરીયા, ચીફ ઓફિસર શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાકેશ મહેતા, ડો. કે.કે.પટેલ, ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના ઉદ્દેશ વિશે નગરજનો ને માહિતગાર કરવામાં આવ્યા. કેન્દ્ર અને રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ જેમ કે પીએમ સ્વનીધી યોજના, આયુષ્માનકાર્ડ યોજના, પીએમ ઉજવલ્લા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ વિશ્વકર્મા યોજના વગેરે અલગ અલગ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા. આ પ્રસંગે વિવિધ યોજના ના લાભાર્થીઓએ સરકારી યોજનાના કારણે તેમના જીવન માં આવેલ પરિવર્તન વિશે જણાવ્યું હતું. તેમજ વિવિધ યોજના ના લાભાર્થીઓએ ને સ્થળ પણ યોજનાના લાભ અને પ્રમાણપત્ર આપવામાં આવેલ. ત્યારબાદ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ને બાવળા શહેર મા પરિભ્રમણ કરવા પ્રસ્થાન કરવામાં આવેલ.
ઉપરોકત કાર્યકમ બાદ વિવિધ યોજના ના સ્ટોલ ઉપર યોજના ના લાભ આપવા માટે સંબધિત વિભાગ દ્વાર ત્વરિત કાર્યવાહી કરવામાં આવેલ ઉપરોકત સમગ્ર કાર્યકમનું વહીવટદારશ્રી અને મામલતદારશ્રી ના માર્ગદર્શન હેઠળ સફળ સંચાલન દીપકભાઈ ભટ્ટ અને બાવળા નગરપાલીકા ના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ
રિપોર્ટર ગોહેલ સોહીલ કુમાર