દરવર્ષે નવરાત્રી મહોત્સવ પ્રસંગે દક્ષિણ ગુજરાત, સુરત, ઓલપાડ, અંકલેશ્વર, હાંસોટ, ભરૂચ, જંબુસરથી પદયાત્રીઓનો સંઘ જાય છે અનુસૂચિત જાતિ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા કેશરડી ધામમાં મેળો ભરાય છે જય દર્શનાર્થીઓ પગપાળા ચાલીને જાય છે. દીન, દુઃખી, પીડિતોની માનતાઓ પૂર્ણ થાય છે જોધલસ્વામી દુખીયાના રોગ મટાડે છે મધ્યકાલીન યુગમાં મોગલ કાળમાં સાતસો પચાસ વર્ષ પહેલા દલિત કુળમાં જોધલ ગુરુ જન્મ્યા હતાં હાલ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં પણ નવમાં નોરતાની છેલ્લી રાત્રે બાર વાગે ગેબી ડંકાનો નાદ સંભળાય છે સનાતન ધર્મી હિંદુ અને મુસ્લિમ સમાજની તપોભૂમિ, હિંદુમાં હિંદવાપીર અને મુસ્લિમ સમાજમાં જાનિયા પીર તરીકે જોધલબાપા પૂજાય છે નોમની રાતે નોબત વગ્યા બાદ ભાલ પંથકમાં ભવ્યાતિ-ભવ્ય મેળો ભરાય છે અને જય જોધલ….. જય જોધલ… નાદથી વાતાવરણ ગુંજી ઉઠે છે માનવ મહેરામણ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે
રિપોર્ટર: મનીષ પટેલ જંબુસર