ભાદરવી પૂનમના મેળાને લઈ લાખ્ખો શ્રદ્ધાળુઓમાં અંબાના ધામે પગપાળા અંબાજી જઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના માર્ગો બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. તેમજ પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ઠેર ઠેર સેવા કેમ્પો લગાવવામાં આવ્યા હતા. ત્યારે ભિલોડા પોલીસ સ્ટેશન દ્વારા પદયાત્રીઓ માટે પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.. પોલીસ જવાનો દ્વારા પદયાત્રીઓની સુરક્ષા સાથે તેમણે સ્વાસ્થ્યપ્રદ એવા બટાકા પૌવાનો નાસ્તો પીરસવામાં આવી રહ્યો છે.જેનો માઇભક્તોએ મોટી સંખ્યામાં લાભ લઈ અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી