સમગ્ર ગોહિલવાડ વાસીઓની આતુરતાનો અંત આવ્યો છે ગતરોજ જિલ્લામાં મેઘરાજાએ પગરવ કર્યાં બાદ આજે શહેરમાં ગાજવીજ સાથે વિધિવત મંડાણ કરતાં લોકો-ધરતીપુત્રોને મન હાશકારો થયો છે શહેરમાં સિઝનના પ્રથમ વરસાદે જ જાણે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી ની પોલ ખુલ્લી હોય તેમ ઠેકઠેકાણે વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ચોમાસાનો ધોરી માસ એટલે અષાઢ માસ આ માસના આજકાલ કરતાં સાત દિવસ પણ પસાર થઈ ચૂક્યાં છે ત્યારે સ્વભાવિકપણે લોક માનસમાં ચોક્કસ પ્રશ્ન ઉદ્દભવે જ કે આખરે મેઘરાજા કયારે મહેરબાન થશે અને ધોધમાર વરસાદ પડે લોકોની આ પ્રાર્થના કુદરતે જાણે કબૂલ કરી હોય તેમ ગત રોજ ભાવનગર જિલ્લાના મહુવા તળાજા જેસર સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો.
અંતે લોક આતુરતાનો અંતે ભાવેણામા મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી, પ્રથમ વરસાદે ઠેર ઠેર પાણી ભરાયા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -