અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ને મોટી સફળતા હાસિલ થઈ છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે નેશનલ હાઇવે ૪૮ ઉપર સુરત તરફ થી વડોદરા તરફ આવતા આઈસર નંબર GJ ૨૩ AW ૧૫૫૦ ને અંકલેશ્વર નજીક અટકાવી તેની તલાસી લેતા ટેમ્પો માં પુંઠા ના બોબીન ની આડ માં ભારતીય બનાવટ નૉ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે બાદ પોલીસે મુસ્તાક અહેમદ ભાઈ વ્હોરા રહે, કંસારી તેમજ શાહરુખ ગુલામ ભાઈ વ્હોરાને ઝડપી પાડી દારૂ મંગાવનાર ખંભાતના આસીફ વ્હોરા સહિત દારૂ ભરી આપનાર બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી આઈસર ટેમ્પો સહિત વિદેશી દારૂ અને બિયર નૉ જથ્થો મળી કુલ ૧૨,૫૦,૪૦૦ નો મુદ્દામાલ નૉ કબ્જો લઈ કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી
રીપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ.