ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં લગ્ધીરસિંહ ગોહિલને માહિતી મળેલ કે, રૂપાબેન રેશ્માબેન તથા યશ રાઠોડ થેલાઓ તથા સુટકેસમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લાવી ભાવનગર માર્કેટીંગ યાર્ડ ગેટ સામે ફુલસર જવાના રસ્તા ઉપર ઉભા છે. જે માહિતી આધારે રેઇડ કરતા દારૂની બોટલો તથા પાઉચ સાથે રૂપાબેન પ્રકાશભાઇ વિક્રમભાઇ પરમાર, રેશ્માબેન રમેશભાઇ પરમાર અને યશ વિકાસભાઇ રાઠોડ મળી આવતા ત્રણેય વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી ધરપકડ કરી 28,860નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.