ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો સીટી વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હા ઓનાં શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન વિશ્વાસુ બાતમીદારથી બાતમી મળેલ કે, વેલેન્ટાઇન સર્કલમાં ઉભા રહીને બે માણસો ચોરાઉ મોબાઇલ વેચવા ઊભા છે આ માહિતી આધારે દરોડો પાડી શકિત વનરાજસિંહ ગોહિલ અને ઉમંગ નીતિનભાઇ હિરાણીને સકંજામાં લઈ તેની પાસેથી મળી આવેલ મોબાઈલ અંગે પૂછતાં આશરે દોઢેક મહિના પહેલા એક અજાણ્યા મોબાઇલમાંથી મેસેજ કરીને વિકટોરીયાની દિવાલે બોરતળાવ બાજુ જતાં રસ્તા ઉપર બોલાવતાં બંને રાતના સાડા દસેક વાગ્યાની આસપાસ ગયેલ હતાં. ત્યાં એકટીવા લઇને ઉભેલ એક છોકરા સાથે તુ મને મેસેજ કરે છો તેમ કહેતાં તેણે જેમ ફાવે તેવી વાતો કરવા લાગતાં બંનેએ તેની સાથે ઝપાઝપી કરીને તેનો મોબાઇલ લઇ લીધેલ હોવાની કબુલાત કરેલ. જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.