23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

હે ભગવાન તને જરાપણ દયા ન આવી અમારા પર… આ શબ્દો કહી રહ્યા છે ગોંડલ ના મોટાદડવા ના ખેડૂતો…


સમગ્ર સૌરાષ્ટ્ર ભર માં મેઘરાજા એ અનરાધાર હેત વરસાવ્યું છે તો ક્યાંક રીતસર ની તબાહી મચાવી છે.ક્યાંક 10 ઈચ તો ક્યાંક 15 ઈંચ વરસાદી પાણી પડતા ઠેરઠેર વાડી વિસ્તારો પાણી માં ગરકાવ થયો છે ખાસ નદી કાંઠા ના ખેતરો ધોવાણ થવા પામ્યું છે. પાકો નષ્ટ થઇ ગયા.. લોકો નો જાન માલ અને ઘરવખરી તણાઈ તો ક્યાંક પશુ ધન ને પણ તણાવનો વારો આવ્યો છે. તેમજ અમારું બધું તણાય ગયું. આ શબ્દ કરમાળ ડેમ પાસે ખેતીકામ કરતા ખેડૂતો ના છે જ્યાં ગઈકાલે જિલ્લા માં પડેલ વરસાદે ભારે તારાજી સર્જી દીધી. ઉપરવાસ માં પડેલ ભારે વરસાદ થી કરમાળ ડેમ માં પૂર આવ્યું હતું સ્થાનિકો એ જણાવ્યું હતું કે અચાનક પાણી નો પ્રવાહ વધતા  ડેમના દરવાજા ખોલતા ડેમ ના પાણી રોડ રસ્તા અને ખેતરો માં ફરી વળ્યાં હતા જેમાં અમો માંડ અમારા બાળકો અને પરિવાર જીવ બચાવી શક્યા જ્યારે ઘરવખરી ની તમામ ચીજ વસ્તુઓ અને ખેતરો નો સોથ વળી ગયો છે. આ ઉપરાંત કફોડી સ્થિતિમાં મુકાયેલ ખેડૂત પરિવારે ભારે હૈયે જણાવ્યું હતું કે વરસાદી પાણી માં અમારા ઘરમાં ખાવા નો દાણો પણ નથી રહેવા ઘર તૂટી ગયું. માલસામાન અને ઘર વખરી તણાય ગઈ છે ત્યારે સરકાર ને અરજ કરી કે અમોને સહાય કરે..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -