સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ૯૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી સિવિલ હોસ્પિટલનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે સિવિલ હોસ્પિટલનું નિર્માણ થતાં સાબરકાંઠા જિલ્લા સહિત અરવલ્લી અને સરહદી રાજ્ય રાજસ્થાનમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં કેટલીક સુવિધાઓના અભાવના કારણે હાલ તો દર્દીઓ પરેશાન બની ચૂક્યા છે સિવિલ હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરેલ સિટી સ્કેન મશીન છેલ્લા લાંબા સમયથી બંધ હોવાના કારણે દર્દીઓ ખાનગી ક્લિનિક નો સહારો લેતા હોય છે જોકે ખાનગી ક્લિનિકો માં મસ મોટી ફી વસૂલવાના કારણે હાલતો દર્દીઓની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ હિંમતનગર સિવિલ હોસ્પિટલની હેલ્થ કમિટી કમિટી દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી. આ ઉપરાંત એમઆરઆઈ મશીન પણ હજુ મૂકવામાં આવ્યું નહીં હોવાથી દર્દીઓને છેક અમદાવાદ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે.
ઉમંગરાવલ સાબરકાંઠા