હિમતનગર શહેરમાં આવેલી સામવેદ ફ્લેટમાં જીઈબીના મીટરો જમીન પર પડેલા હાલતમાં જોવા મળ્યા હતા. જોકે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. જ્યારે વધારે વરસાદ ઓક્સિડે ત્યારે ફ્લેટના નીચે પાણી ભરાય છે. જેને લઈને સ્થાનિક કોને નીચે પડેલા મીટરો અને ખુલ્લા વાયરો ના કારણે ભય નો માહોલ સર્જાયો છે. સ્થાનિક રહીશોને વરસાદના કારણે વીજ કરંટ લગે તેવી પરિસ્થિતી ઉભી થઇ છે. જેને લઈને સ્થાનિક લોકો દ્વારા જીઈબી માં રજુઆત કરવામાં આવી હતી. પરંતુ જીઈબી ના સત્તાધીશો જીવા માટે આવ્યા નથી. અને કોઈ મોટી દુર્ઘટના થયા તેની રાહ જોવાઈ રહી છે. ફ્લેટની અંદર છ મકાનો છે. અને બહાર કોમર્શિયલ દુકાનો છે. જોકે ફ્લેટમાં પાર્કિંગની જગ્યાએ કોમર્શિયલ દુકાનોના જીઈબીના મીટરો લગાવ્યામાં આવ્યા છે. ફ્લેટમાં જીઈબી ના મીટરો અને જીવંત ખુલ્લા વાયરો જે હાલ નીચે પડેલા હાલતમાં જોવા મળી રહ્યા છે. જેને લઈને સ્થાનિક રહીશો ભયનો માહોલ ઉભો થયો છે.
ઉમંગરાવલ