પંચમહાલના હાલોલ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાંથી ઉજેતી ગામના 22 વર્ષીય યુવકની હત્યા કરી ફેંકી દેવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે યુવક સોમવારે બપોરે તેના બે મિત્રો સાથે તેની મોટરસાઇકલ લઈને નીકળ્યો હતો. જે સાંજે ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની તપાસ કરી હતી જે બે યુવકો સાથે તે નીકળ્યો હતો તે બંને યુવકોના મોબાઈલ સ્વીચઓફ આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા આજે સવારે યુવકનો મૃતદેહ નર્મદાની મુખ્ય નહેરમાંથી મળી આવતા હાલોલ રૂરલ પોલીસે એડી નોંધી યુવકના મોતનું રહસ્ય ઉકેલવા પ્રયાસ હાથ ધર્યો છે.