હાલારના શીવધામ ગણાતા ઓખા ગામ શ્રાવણ માસમાં શિવ ભક્તિમાં લીન બન્યું છે. તેમાય શ્રાવણ ના સોમવારે તમામ શિવાલયો મા વિશેષ શિવ આરાધના સાથે અલગ અલગ શિવ શ્રૃંગાર દર્શન રાખવામાં આવે છે. ત્રીજા સોમવારે ઓખાની ચારે દિશાએ આવેલ ચાર શિવ મંદિરમાં અનોખા શ્રૃંગાર દર્શન રાખવામા આવેલ. જેમા સાગર કિનારે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર મા ગાયના દૂધ ના અભિષેક ના વિશેષ શ્રૃંગાર દર્શન રાખવામા આવ્યા હતાં. મોટી સંખ્યામાં શિવ ભક્તોએ આ દર્શનનો લાભ લીધો હતો. અહી તમામ શિવાલયો મા વિશેષ મહા આરતી પણ રાખવા આવી હતી.
હરેશ ગોકાણી