શ્રી રામ ભક્ત હનુમાનજીના વિવાદિત મુર્તિ, પોસ્ટરો, લગાડવા બાબતે સાળંગપુર, કુંડળ, વડતાલ, પોઈચા, રાજકોટ ખાતે સ્વામિનારાયણ મંદિરે નોટીસ મોકલાઈ છે. જેમાં બીએપીએસ દ્વારા યુ ટ્યુબ પર અપલોડ કરેલ ભગવાન શંકર અને માતા પાર્વતીનું અપમાનિત વિડીયો ડિલીટ કરવા નોટિસમાં જણાવાયું છે નહિતર કાનૂની લડતની ચીમકી અપાઈ છે. સાળંગપુર ખાતે હનુમાનજીની 54 ફુટ ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે મુર્તિની નીચે ચારેય તરફ જે શ્રી રામ ભક્ત હનુમાનજીના ચિત્રો દર્શાવેલા જેના લીધે હિન્દુ સનાતન ધર્મનું અપમાન થયેલ તેમજ હિન્દુ લોકોની લાગણીને ઠેસ પહોંચેલી, ઘણી બધી હિન્દુ સંસ્થા, સમિતિઓ દ્વારા તેમજ લાખો હિન્દુ ધર્મ પ્રેમીઓએ એવા પોસ્ટરો નો સોશિયલ મીડિયા મારફત વિરોધ દર્શાવેલ હતો. તેમજ જો -ટયુબ પર અપલોડ કરેલ ભગવાન શંકર અને માતા પાર્વતીનો અપમાનિત વીડિયો ડિલીટ કરવામાં નહીં આવે તો કાનુની કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારવામાં આઆવી હતી.