કેશોદ શહેર અને તાલુકાના નિવૃત ફૌજીઓએ સંકલન કરી કેશોદના બાપા સીતારામ મંદિરે નિવૃત ફૌજીઓનું સન્માન કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં કેશોદ ધારાસભ્ય અને સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કેશોદ શહેર તાલુકાભરના નિવૃત ફૌજીઓને કુમકુમ તિલક કરી ફુલહાર અને સાલ ઓઢાડી મીઠાઈ ખવડાવી સન્માનિત કર્યા હતા તેમજ નિવૃત ફૌજીઓએ ભારત માતાને સલામ કરી ભારમ માતાકી જય વંદે માતરમના નારા સાથે દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. આ સાથે નિવૃત ફૌજીઓએ તેમની દેશ સેવા ફરજ દરમિયાન કેવી તકલીફો વેઠવી પડે તેના અનુભવ રજુ કર્યા હતા. તેમજ નિવૃત ફૌજીઓના સન્માન કાર્યક્રમ પ્રસંગે એક નિવૃત ફૌજીના પુત્ર ફૌજીના ડ્રેસમાં હાજર રહી ભારત માતાને સલામ કરી દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો જે બાળ યુવાને ઉપસ્થિત સૌનુ મન મોહી લીધું હતુ આ સાથે ત્રણ દિવસ ચાલનાર નિવૃત ફૌજીઓના સન્માન કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં નિવૃત ફૌજીઓનુ સન્માન કરી નિવૃત ફૌજીઓને બિરદાવવામાં આવ્યાં હતા.
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ