સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે જામનગર રોડ ઉપર થી ભારતીય બનાવટનો ઇંગલિશ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો હેટ જેમાં ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 1,442 કિંમત રૂપિયા પાંચ લાખ 85,250 તેમજ એક ટેમ્પો મોબાઈલ સહિત કુલ રૂપિયા 10,91,250 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલના પી.આઈ. આર. એસ. પટેલને ખાનગી બાતમીના આધારે ટેમ્પો રોકાવી તપાસ કરતા ટેમ્પામાં દારૂનો જથ્થો ભરેલો જોવા મળ્યો હતો આ સાથે હાલતો ટેમ્પો ચાલક મુકેશકુમાર સુખારામ ગોદરા રાજસ્થાનનો રહેવાસીને ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રદ્યુમન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. તેમજ દારૂ મોકલનાર અનિલ કુમાર સેવ બીરનોય , ગોગીરામ જબરામ બીરનોય, ઓમ પ્રકાશ સાચોર આ તમામ રાજસ્થાનના રહેવાસી અને દારૂ મંગાવનાર રાજકોટ થોરાળા નો રહેવાસી અજાણ્યા વ્યક્તિ સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
રીપોર્ટર મુકેશ ખખ્ખર ચોટીલા.