રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHDની પરીક્ષામાં ગેરરિતીના મુદ્દાને પગલે કોગ્રેસ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. યુનિવર્સિટી ખાતે રામધૂન બોલાવી અલગ અલગ પ્લેકાર્ડ ચોટાડ્યા. પીએચડીની પરીક્ષામાં અનામતનું પાલન ન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ઇતિહાસ ભવનમાં એડમિશન આપવામાં ગેરરિતી આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે સાથે સાથે વેઇટીંગ લીસ્ટ પણ જાહેર ન કરાયું હોવાનો વિધ્યાર્થી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી યુનિવર્સિટી ખાતે અલગ અલગ પ્લે કાર્ડ ચોટાડીવિરોધ પ્રદર્શન કર્યું હોવાનું સામે આવ્યું છે.