ગોંડલ તાલુકાના સુલતાનપુર ખાતે આવેલ એકલવ્ય વિદ્યાસંકુલ ખાતે તાજેતરમા જાહેર થયેલા પરિણામોમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓનું સારું પરિણામ અંવતા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે તેમના વાલીઓનું પણ મોં મીઠું કરીને સન્માન કરવામાં આવ્યું હતું વિધાર્થીઓ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી શાળાએ સતત ત્રીજા વર્ષે ધોરણ 10 અને 12માં 100% પરિણામ મેળવ્યું છે, જે શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીઓની મહેનતનો જીવંત પુરાવા છે આ વર્ષે ધોરણ 12 હોવા છતાં માત્ર 24 વિદ્યાર્થીઓમાંથી 7 વિદ્યાર્થીઓએ 90 ટકા કરતા વધુ ગુણ મેળવ્યા છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ એમના ભૂતકાળના પરિણામોની સરખામણીએ અસાધારણ ગતિ સાથે પ્રગતિ કરી છે.