ગોકુળીયા ગોંડલ માં જન્માષ્ટમી ના પર્વ માં સમગ્ર ગોંડલ ગોકુળમય બની જવા પામ્યું છે . શહેર માં અલગ અલગ જગ્યા એ વિવિધ ફ્લોટ્સ બનાવવામાં આવેલ છે. ત્યારે ગોંડલ થી 3 કિમી દૂર રાજાશાહી સમય નું શિવાલય સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ શ્રાવણ માસ તેમજ જન્માષ્ટમી ના પર્વને લઈને એક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યો છે સૌ પ્રથમ વખત 12 અદ્દભુત સુકામેવા માંથી 2 ફૂટની શિવલિંગ બનાવવામાં આવી છે. જેમાં અલગ અલગ સુકામેવા જેવા કે કાળી દ્રાક્ષ, લાલ દ્રાક્ષ, અંજીર, ખજૂર, બદામ , કાજુ મખાના, જલદારા(એપ્રિકોટ), ખારેક, પિસ્તા અને રુદ્રાક્ષ માંથી બનાવવામાં આવી છે. આ બાર શિવલિંગ દ્વાદર્શ જ્યોતિર્લિંગ ની ઝાંખી કરાવશે ગોંડલ શહેરના સુરેશ્વર મિત્ર મંડળ કપુરીયા ચોક ના 30 થી વધુ સભ્યો દ્વારા આ 12 શિવલિંગ બનાવવા સતત 22 દિવસ ની મહેનતથી તૈયાર કરવામાં આવી છે. જેમાં આશરે 90 કિલો અલગ અલગ ડ્રાયફ્રુટ માંથી આ દ્વાદશ શિવલિંગ બનાવામાં આવી છે ત્યારે સમગ્ર ગોંડલ માં આ બાર શિવલિંગ આકર્ષણ નું કેન્દ્ર બની છે. સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ શ્રાવણ માસ ના ત્રીજા સોમવાર થી ગોંડલ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના શિવ ભક્તો દર્શનનો લાભ લઈ શકશે જે આગામી સાત દિવસ સુધી ઝાંખી ના દર્શનનો લાભ મળશે. ત્યારબાદ અમાસના દિવસે તમામ શિવ ભક્તોને સૂકોમેવો પ્રસાદ રૂપે આપવામાં આવશે સમસ્ત ધર્મપ્રેમી જનતા ને આ દ્વાદર્શ જ્યોતિર્લીંગ ની ઝાંખી ના દર્શન કરવા મંદિર ના મહંતશ્રી શૈલેશપરી અને મહંતશ્રી રાહુલપરી નું ભાવભર્યું આમંત્રણ છે..