સુરેન્દ્રનગર વઢવાણમાં ભવ્ય લોકમેળા નું આયોજન, બીજા નંબરના મેળા તરીકે પ્રખ્યાત વઢવાણ જન્માષ્ટમી લોકમેળાનું મહંત માધેવન્દ્રપ્રસાદ મહારાજ અને મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા સહિત રાજકિય અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, ઝાલાવાડની જાજેરીમાન ગણાતો ભવ્ય લોકમેળો 6 દિવસ ચાલશે. તારીખ 6 સપ્ટેમ્બર થી 11 સપ્ટેમ્બર દરમિયાન લાખો લોકો જન્માષ્ટમી લોકમેળાનો આનંદ માણી શકશે, લોકમેળા માં વિવિધ રાઇડ્સ અને ખાણીપીણીના વિવિધ સ્ટોલો પણ ખુલ્લા મુકવામાં આવ્યા હતા, આયોજકો દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તેમજ રાત્રી દરમિયાન ખ્યાતનામ કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય હતા.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }