સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાથી જય શ્રી અંબે પગપાળા સંઘ દ્વારા અંબાજી મંદિર ખાતે ડિજીટલ ધજા ચડાવવામાં આવી હતી અને આ ધજા સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાંથી છેલ્લા પચાસ વર્ષથી 52 ગજની ધજા લઈને ચાલતાં ચાલતાંમાં અબાંનાં દર્શન કરવા માટે પગપાળા સંઘ દ્વારા 265 કિલોમીટરનું અંતર 9 દિવસમાં કાપીને અંબાજી મંદિર ખાતે પોહચીનેમાં અંબાના દર્શન કર્યા હતા તેમજ આ વખતે પુનમનાં દિવસે ઈલેક્ટ્રોનિક ડિજીટલ ધજા એ આકર્ષણ જમાવ્યું હતું રાત્રીનાં સમયે ઑટોમેટિક લાઈટો ધજામાં ઝગમગી ઉઠી હતી. તેમજ આ ડેકોરેશનમાં આયોજકોનો સિંહફાળો જોવા મળ્યો હતો જેમાં લાખુભા ડોડીયા, પ્રવિણસિંહ દાજી, વાળા સાહેબ દ્વારા મંદીર ખાતે ધજા ચઢાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, વઢવાણ શહેરમાંથી રાયસંગભાઈ ડોડિયા, માહાવીરસિંહ મોરી મુકેશભાઈ દવે , જશુભા લિંબડ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }