સુરેન્દ્રનગર લોહાણા મહાજન વાડી ખાતે અત્યાર સુધીમાં સમસ્ત લોહાણા મહાજન દ્વારા દસ જેટલી રામકથા તેમજ ભાગવત કથાનું આયોજન થયું છે. તેમજ કથાનો માત્ર હેતુ એક જ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ રઘુવંશીઓ એક સાથે કથાનું રસપાન કરે તેમ જ એક સાથે ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવે કહેવત છે કે જેના અન ભેગા તેના મન ભેગા એને સાર્થક કરવા માટે થઈ અને સુરેન્દ્રનગર મહાજન દ્વારા દરેક અધિક માસમાં શ્રી રામકથાનું આયોજન કરવામાં આવે છે તેમજ સમસ્ત રઘુવંશીઓ માટે ભોજન પ્રસાદનું પણ આયોજન હોય છે. આ સાથે આ રામ કથા કમીજડા ભાણ સાહેબના મહંત શ્રી જાનકીદાસ બાપુ તેમના મધુર સ્વરે સંગીતમય રસપાન કરાવી રહ્યા છે. સુરેન્દ્રનગર લોહાણા મહાજન દ્વારા સમગ્ર ભારત ભરના રઘુવંશીઓને આ કથા નુ રસપાન કરવા માટે પધારવા ભાવભર્યું નિમંત્રણ છે
મહેશભાઈ ઉતેરીયા