સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે પ્રથમ દિવસે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા માં ચામુંડાને ધજા ચઢાવવામાં આવી હતી નવરાત્રીના પ્રથમ દિવસે જ વહેલી સવારથી દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહીતના અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો દ્વારા માં ચામુંડાને ધજા ચઢાવવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના તમામ લોકો માટે માં ચામુંડાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી પ્રથમવાર સમગ્ર જિલ્લાના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી નવરાત્રીમાં સમગ્ર રાજ્ય સહીત દેશભરમાંથી લોકો ઉમટી પડશે
રિપોર્ટર મુકેશ ખખ્ખર