સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામા 4 દિવસ પહેલા શહેરની મધ્યે સરાજાહેર થયેલ હત્યા મામલે ચકચાર મચી જવ પામી છે શંકાસ્પદ બનાવમાં મૃતક અબુ ઉર્ફે મહમ્મદ કૈફ કુરેશીનાં પરિવાર જનો દ્વારા યુવકની હત્યામાં આડકતરી રીતે સામેલ વધુ 2 આરોપીઓ સામે ફરિયાદ નોંધવા ધ્રાંગધ્રા પ્રાંત સમક્ષ આવેદન પાઠવ્યું હતું. ચોંકવનારી વિગતો મુજબ આરોપી તૌસીફ માત્ર છરી મારનાર છે પણ તેની પાછળ આડકતરી રીતે અન્ય 2 યુવાનોનો હાથ છે જેની દોરવણી હેઠળ તૌસીફ ઘાંચી દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે મૃતક 19 વર્ષીય મહમ્મદ કૈફ કુરેશીનાં પરિવાર જનો અન્ય 2 નામો દ્વારા ભૂતકાળમાં પોતાના ઘર ઉપર હુમલાઓ થયા હોવાની વાત જણાવી પોતાના મૃતક દીકરાને ત્રણેય દ્વારા વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાના તથા હુમલાના પ્રયાસો પણ કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.આરોપી તૌસીફ ને બંધ બારણે હત્યા કરવા માટે ઉશ્કેરી હત્યા નીપજાવવા મદદગારી કરનાર અન્ય 2 શખશો છે એમ પરિવાર દ્વારા જણાવી તેમના ઉપર ફરિયાદ નોંધી ધરપકડ કરવા આવેદન પાઠવ્યું હતું.
મહેશભાઈ ઉતેરીયા