સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અહીં કચ્છ થી અમદાવાદ મેઈન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતું હોવાથી છાશવારે અકસ્માતો જોવા મળતાં હોય છે ત્યારે હરીપર ગામ પાસે ટ્રેલરનું ટાયર ફાટતા તેં રોડ ઉપરના બીજા ટ્રક ગાડી સાથે અથડાઈ હતી. બંને ગાડીઓ સામ સામે અથડાતા અકસ્માત સજાયો હતો ત્યારે ટ્રેલર ગાડી પલટી મારી જતા સાઈડના ખાડામાં ખાબકી હતી અને બંને ગાડીના ચાલકો સહીત 4ને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે ધાંગધ્રા ની સરકારી હોસ્પિટલમાં કોઈપણ અકસ્માતોના કેસ આવતા હોય છે ત્યારે કોઈ સર્જન ડોક્ટર કે ઓથોપેડિક ન હોવાના કારણે પેશન્ટને રીફર કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા ધાંગધ્રા ની સરકારી હોસ્પિટલમાં કોઈ સારા ડોક્ટરો ની નિમણુક કરવામાં આવે તેવી તેવી લોક માંગ ઉઠી છે.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }