23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગંદકી મુદે રજુઆત કરવામાં આવતા આગેવાનો સામે થયા પોલીસ કેસ


સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ગંદકી મુદે આક્રમક બની જનતા સાથે આમ આદમી પાર્ટી ઉતરતા રાજકીય ગરમાવો આવી જતા આપ આગેવાન રાજુભાઈ કરપડા ,જિલ્લા આપ પ્રમુખ,સહિતની ટીમ નગરપાલિકા ખાતે લોકો સાથે રજુઆત કરવા પહોંચી ગયા હતા ત્યારે નગરપાલિકાના મામલતદાર શર્માએ આગેવાનો અને મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરતાં આક્રોશ ફેલાયો હતો અને મહિલાઓએ ગંદકી ભરેલ ડોલને ઓફિસમાં જ ઢોળતા અફડાતફડી મચી જવા પામી હતી મામલતદાર દ્વારા આપ આગેવાનો અને સ્થાનિક પંચાલભાઈ ઉપર પોલીસ ફરીયાદ નોંધાવતા સમગ્ર જીલ્લા ના કાર્યકરો આગેવાનો મહિલાઓ મોટી સંખ્યામાં થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ધસી જ‌ઈ સુત્રોચાર કરતા ગરમાવો આવી જતા અન્ય પોલીસ સ્ટાફ બોલાવવાની ફરજ પડી હતી ટોળાને શાંત કરવા પોલીસ દ્વારા રાજુભાઈ કરપડા અને આગેવાનો ને બહાર મેદાનમાં લાવી શાંત પાડવાનો પ્રયત્ન સાથે શાંતિ જાળવવાની અપીલ કરતાં શાંત થયા હતા અને મામલતદાર દ્વારા ખોટીરીતે ફરીયાદ કરવામાં આવી છે અને રજુઆત કરનારને ધમકાવવામાં આવે છે તેમ જણાવ્યું હતું આપ આગેવાનો એવા કુલ ૧૩ સામે ફરજરૂકાવટ ની ફરીયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે આવનાર સમયમાં આ જનતા આક્રોશ સાથે મોટુ સંમેલન થાનગઢ મુકામે યોજાશે અને નગરપાલિકા સામે ભ્રષ્ટાચાર અને ગટર પાણી મુદે જન આંદોલન કરશે તેમ કરપડાએ જણાવ્યું હતું સામે બહેનોએ પણ પોલીસ ફરીયાદ માટે પોલીસ સ્ટેશન ધસી જ‌ઈ મામલતદાર દ્વારા અમોને જાતી અપમાનિત અને ખરાબ શબ્દો ઉપયોગ ની સામે ફરીયાદ કરવા આવી પહોંચી હતી તમામ અટકાયત આગેવાનો ને વહેલી સવારે જામીન મુકત કરવામા આવતા મામલો શાંત હાલ પડેલ  હતો.

{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -