વિજ્ઞાન ભારતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાનું ગુજરાત રાજ્યનું યુનિટ એટલે વિજ્ઞાન ભારતી જે આપણે સંસ્કૃતિ સ્વદેશી વિજ્ઞાન તથા વસુદેવ કુટુંબકમ ની ભાવના હૃદયમાં રાખી સમગ્ર તજજ્ઞો દ્વારા તેમજ જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં કામ કરે છે વિજ્ઞાન ગુર્જરી સ્વનિર્ભર અને વિકસિત ભારતનું સ્વપ્ન લઇ અર્વાચીન અને પ્રાચીન વિજ્ઞાન નો સંયોગ લઈ વિજ્ઞાન ગુર્જરી કાર્ય કરે છે તે માટે વિવિધ કાર્યક્રમો વિજ્ઞાન ગુર્જરી દ્વારા યોજવામાં આવે છે વિજ્ઞાન ગુર્જરી માંથી ડોક્ટર ચેતન્ય જોશી, ડોક્ટર પ્રશાંતભાઈ કુંજડીયા, જીગ્નેશભાઈ બોરીસાગર ,અનિલભાઈ ભારદ્વાજ, નિલેશભાઈ દેસાઈ વગેરે દ્વારા ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપી વિજ્ઞાન ગુજરીના તમામ કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવે છે. સૌનો સાથ સૌનો વિકાસ એવા સૂત્રને સાર્થકતા સાથે વિજ્ઞાન ગુર્જરીમાં હંમેશા વિજ્ઞાન વિષયક વિકાસશીલ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ અનુસંધાને 10 ઓગસ્ટ 2023 ના રોજ સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2023 અંતર્ગત સમગ્ર રાજ્યમાં 250 થી વધુ સંસ્થાઓમાં જિલ્લાની દરેક શાળા કોલેજો ઇન્સ્ટિટયૂટ માં દરેક એક્સપર્ટ દ્વારા અંદાજિત 5500 છાત્રો માટે વિજ્ઞાન ટેકનોલોજીના વિવિધ વિષયો પર કાર્યશાળાઓ યોજવામાં આવશે એક જ દિવસે લેવામાં આવતા આ એક્સપર્ટ ટોક ના પ્રોગ્રામમાં ખરેખર જે ગુજરાત માટે ગૌરવની વાત છે જેનો રેકોર્ડ નોંધવામાં આવશે. આ માટે અલગ અલગ જિલ્લાઓ દ્વારા એક્સપર્ટ નું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિજ્ઞાન ગુર્જરી ટીમના કોઓર્ડીનેટર “શ્રી આરતીબેન દવે” આ એક્સપર્ટ ટોકને સફળ બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છે .સુરેન્દ્રનગર જિલ્લામાંથી 30 એક્સપર્ટ ટોક નો પ્રોગ્રામ કરવામાં આવશે
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }