સુરેન્દ્રનગર જિલ્લામા મોટી શાક માર્કેટ પાસે આવેલ ખોડીદાસ કંદોઈની ફરસાણની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને આ આગને કાબુમાં લેવા સુરેન્દ્રનગર ફાયર વિભાગની ટીમે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવા પ્રયત્ન હાથ ધર્યા હતા આગના પગલે દુકાનમાં ફરસાણ સહિત તેલના ડબા અને માલ સામાન બળીને ખાખ થઈ જતાં મોટું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે અને આગનુ કારણ હજુ અકબંધ છે.
રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા