સુરેન્દ્રનગર શહેરમાં આવેલ વાદીપરા યુવક ગ્રુપ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં સૌપ્રથમ વખત ગણપતિ મહોત્સવની શરૂઆત કરેલ 2001 થી ગણપતિ મહોત્સવ ની શરૂઆત કરવામાં આવી હતી આજે 23 વર્ષથી આ ગ્રુપ દ્વારા નાના તેમજ મોટા તમામ યુવાનો દ્વારા ગણપતિ અને મંડપ ડેકોરેશન તેમજ ગણપતિને શણગાર સહિતની કામગીરી પોતે જાતે કરે છે અને દર વર્ષે અલગ અલગ ગણપતિ ની પ્રતિમાઓ ની ડિઝાઇન પસંદ કરી અને તેને શણગાર પણ કરવામાં આવે છે આ ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવ દરમિયાન અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો જેવા કે સુંદરકાંડ મેજીક શો રાસ ગરબા આનંદ ના ગરબા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે આ ગ્રુપ દ્વારા કોઈપણ ડેકોરેશન મંડપ સહિતની કામગીરી કોઈપણ કારીગર વગર આ ગ્રુપ જાતે જ મહેનત કરી અને રાત દિવસ કામ કરી એક માસ થી ગણપતિ ઉત્સવની તૈયારીઓ કરવામાં આવે છે
મહેશભાઈ ઉતેરીયા