33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સુરેન્દ્રનગરના વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારના સ્થાનિકોએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી મહિલાઓ અને બાળકો સહિત થાળી વગાડી સુત્રોચાર સાથે વિરોધ પ્રદશન કર્યુ


સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં સ્થાનિક લોકોએ હલાબોલ સાથે રસ્તો  ચક્કાજામ હતો જ્યારે પીવાના પાણી અને પ્રાથમિક સુવિધા ન મળતા સ્થાનિક લોકો દ્વારા સુરેન્દ્રનગર બાયપાસ રોડ ચક્કાજામ કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં  સ્થાનિક લોકો અને મહિલાઓ દ્વારા ચક્કાજામ કરતા તાત્કાલિક પણે વઢવાણ પોલીસ મથકના પીએસઆઈ ડી.ડી. ચુડાસમા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે  દોડી જઈ મામલો થાળે પડયો હતો અને ઘટનાના પગલે બંને તરફ 3 કિલોમીટર વાહનોની લાંબી લાઈનો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને મહિલાઓ દ્વારા છાજીયા પણ તંત્ર ના નામ ના લેવામાં આવ્યા હતા. થાળી વેલણ સાથે પણ માહિલાઓ રોડ પર ઉતરી ગઈ હતી અને પાલિકા તંત્ર સામે રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. જ્યારે  સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્થાનિકોએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.પાણીના મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગરના વઢવાણ ગણપતિ ફાટસર પાસે હાઇવે પર સ્થાનિક રહીશો અને મહિલાઓએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ગણપતિ ફાટક વિસ્તારમાં આવેલ કંકુપાર્ક સહિત આસપાસના વિસ્તારોમાં તંત્ર દ્વારા છેલ્લા એક મહિનાથી પાણી પૂરું પાડવામાં ન આવતા સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. પાણી, રોડ, રસ્તા, ગટર અને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ ન મળતા તંત્ર સામે સ્થાનિકો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો.

 

{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -