ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને રાંદેર અડાજણ પાલ પોલીસ સ્ટેશન અને સ્કૂલના સંયુક્ત ઉપક્રમે જહાંગીરા બાદ, ઉગત કેનાલ રોડ ખાતે શાળામાં સુરત શહેર પોલીસ દ્વારા દત્તક લેવામાં આવેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ચોથો રક્તદાન કેમ્પ યોજાયો હતો. 1400થી 1500 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોની વ્હારે આવી સુરત શહેર પોલીસે સામાજિક જવાબદારીના ભાગરૂપે એક અનોખી પહેલ શરૂ કરી છે સમગ્ર દિવસ દરમિયાન 2011થી વધુ યુનિટ રકત એકત્ર કરાયું હતું.જેમાં જાગૃત્ત નાગરિકો સાથે પોલીસ વિભાગના 200 જવાનોએ પણ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનર ડી. એચ.પરમાર, એડિશનલ પોલીસ કમિશનર કે.એન.ડામોર, નાયબ પોલીસ કમિશનર હર્ષદ મહેતા, પાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, સ્કૂલના ટ્રસ્ટીઓ, શાળાના શિક્ષકો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત