સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં જમીનની અંદર કાપોદ્રાથી ચોક બજાર સુધી બે લાઈનમાં મેટ્રો રેલ લાઇનની ટનલ બનાવવામાં આવી રહી છે. આ કામ ડીસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.સુરતની આગવી ઓળખ મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહેલી દેખાઇ રહી છે.ત્યારે કાપોદ્રાથી ચોક બજાર સુધી જમીનની અંદર બે લાઈનમાં મેટ્રો રેલ ટનલ બનાવવામાં આવી રહી છે. જેનું કામ 2024 સુધી પૂર્ણ થઈ જશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રાલયે બે કોરિડોર ધરાવતા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 માટે મંજૂરી આપી છે.ભારત સરકાર દ્વારા 9મી માર્ચ 2019ના રોજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના સુધારેલા ડીપીઆરને મંજૂરી આપવામાં આવી હતી. ભારત સરકારના આવાસ અને શહેરી મંત્રાલયે બે કોરિડોર ધરાવતા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 માટે મંજૂરી આપી છે. જેમાં પહેલું સરથાણાથી ડ્રીમ સિટી અને બીજું ભેસાણથી સારોલી 6ઠ્ઠી જૂન 2019ના રોજ કુલ અંદાજે પૂર્ણ પ્રોજેક્ટ ખર્ચ સાથે 12.020 કરોડ રૂપિયાનો થવાનો છે.જે અંડરગ્રાઉન્ડ કામ ચાલી રહ્યું છે તે ટનલ કાપોદ્રાથી શરૂ થઇને ચોક બજાર સુધી જઈ રહી છે. સાડા છ કિલોમીટરનું કામ મારાં અંડરમાં થઇ રહ્યું છે. અમારી સામે તમે જોઈ રહ્યાં છો તે ડોમ લાઇન છે જે ઓટોમેટિક મશીન છે જેને ટર્નલ ડાઇ મશીન કહેવામાં આવે છે.જે ના દ્વારા આ કામ થઇ રહ્યું છે. રોજના 8 થી 10 મીટરનું ટનલ વર્ક કરવામાં આવી રહ્યું છે. ટનલનું કામ ડિસેમ્બર સુધી પૂર્ણ થઈ જશે. પરંતુ ત્યારબાદ પણ વાયરીંગથી લઈને અન્ય બીજા કામો પૂર્ણ કરવામાં અમને ડિસેમ્બર 2024નો સમય લાગી શકે છે પણ ત્યાં સુધી આ કાર્ય પૂર્ણ થઈ જશે.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત