ગુજરાતમાંથી નકલી પનીરનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. નકલી પનીર મળ્યા બાદ સુરત આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર શહેરમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને શહેરના તમામ ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની 18 ટીમ દ્વારા પનીરના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરીને લોકોને આરોગ્યપ્રદ ફૂડ મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉદય તન્ના