સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વિવિધ ઔદ્યોગિક એસોસીએશનો અને કોર્પોરેટ્સના સહકારથી તા. ૩ અને ૪ જૂન ર૦ર૩ ના રોજ સાંજે ૪:૦૦ થી રાત્રે ૧૧:૦૦ કલાક દરમિયાન લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમ, પિપલોદ, સુરત ખાતે SGCCI Premier League – Open Box Cricket Tournament નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્ઘાટન સમારોહ શનિવાર, તા. ૩ જૂન ર૦ર૩ ના રોજ સાંજે ૭ઃ૩૦ કલાકે યોજાયો હતો. જેમાં ઉદ્ઘાટક તરીકે ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ પધાર્યા હતા અને તેમના હસ્તે આ લીગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડાયરેકટર આનંદ દેસાઇ, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS)ના હજીરા પ્રોજેકટ્સના એકઝીકયુટીવ ડાયરેકટર સંતોષ મુંધડા અને લુથરા ગૃપના ગિરિશ લુથરાએ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું.રવિવારે સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાતના રમત ગમત અને યુવક સેવા તેમજ ગૃહ મંત્રી (રાજ્ય કક્ષા) હર્ષભાઇ સંઘવી મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા અને મેદાનમાં ઉતરીને તેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મુનાફ પટેલે જણાવ્યું હતું કે, જે રીતે હું અહીં આવ્યો એવી રીતે દરેક સ્પોર્ટ્સ પર્સન ગુજરાત હોય કે દેશ હોય દરેક સ્થળે જઇને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે તૈયાર જ હોય છે. દેશમાં દરેક લેવલની ટુર્નામેન્ટ રમાતી હોય છે. હાલમાં જ આઇપીએલ પૂર્ણ થઇ છે અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એસપીએલનું આયોજન કર્યું છે. ચેમ્બરે અહીં ખૂબ જ સારું પ્લેટફોર્મ પૂરું પાડયું છે અને દર વર્ષે ચેમ્બર દ્વારા આવી ટુર્નામેન્ટ થવી જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું.
સુરત ચેમ્બર દ્વારા SGCCI Premier League – Open Box Cricket Tournament યોજાઇ હતી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -