સુરત કોંગ્રેસ કો ઓર્ડીનેટર કલ્પેશ બારોટ દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખવામાં આવ્યો છે ટ્રાફિક બ્રિગેડ જવાનોને વિવિધ સવલતો આપવા પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ફરજ બજાવતા TRBને સમાન વેતન ચુકવવામાં આવે, તમામ TRB જવાનોને દર બે વર્ષે વિનામૂલ્યે યુનિફોર્મ આપવામાં આવે, TRB જવાનોને ઓળખ માટે આઈકાર્ડ આપવામાં આવે, TRB જવાનોનું પી.એફ. કપાવવામાં આવે, TRB જવાનોનું ફરજ દરમિયાન આકસ્મિક મૃત્યુ થાય તો મૃતકના પરિવારને ટ્રાફિક ફંડમાંથી સહાય ચુકવવામાં આવે જેવી અનેક માંગોને લઈ વડાપ્રધાનને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે જવાનોની માંગ પૂરી નહિ થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
રિપોર્ટર ઉદય તન્ના