સુરતમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દૂર કરવામાં મહાનગરપાલિકા ફરી એક વાર લાચાર સાબિત થઈ છે. સુરતના કોસાડમાં વરરાજા અને તેના બે સાથીદારોને કૂતરાંએ બચકાં ભરી લીધાં હતાં. જેથી વરરાજાએ પીઠી ચોળેલી હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી મૂકાવવા માટે આવવું પડ્યું હતું. તેમજ પૂછપરછ કરતાં તેમણે જણાવાયું હતું કે અમરોલી કોસાડ આવાસ પાસે છ દિવસ પહેલાં ઘરની બહાર ઊભા હતા ત્યારે બે કૂતરાએ પગ ઉપર બચકાં ભર્યા હતા, જેથી સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા, જ્યાં પાંચ ઇન્જેક્શનનો ડોઝ લેવાના હતા તેઓને બે શ્વાને બચકાં ભર્યાં હતા તેમજ થોડી જ વારમાં ત્યાં વધુ બે લોકોને પણ કૂતરાંએ બચકાં ભર્યાં હતાં. તેમજ સુરતમાં રખડતા કૂતરાનો પ્રશ્ન શહેરમાં જટિલ બની ચૂક્યો છે. પાલિકા પાંજરાની સંખ્યા વધારીને ખસીકરણની કામગીરી વધારવા માટેનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેની જમીન ઉપર ખાસ કોઈ અસર નથી અનુભવાઈ રહી. જેથી સુરતમાં રખડતાં કૂતરાઓ કરડતા હોવાની ઘટનાઓ સતત વધી રહી હોવાથી નવી સિવિલ હોસ્પિટલમાં આ માટે અલાયદુ આદર્શ હડકવા વિરોધી સારવાર કેન્દ્ર શરૂ કરવું પડ્યું હતું જેમાં રસી લેવા માટે રોજ આ કેન્દ્રમાં લાંબી લાઈનો લાગી રહી છે
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત