ગુજરાતમાં તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું હતું ત્યારે સુરત જિલ્લામાં કુલ 216 પરીક્ષા કેન્દ્રો પર 74,940 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી ત્યારે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી સ્કૂલ ખાતે પરીક્ષા કેન્દ્ર ખાતે કામરેજથી એક દિવ્યાંગ વ્યક્તિ તલાટીની પરીક્ષા આપવા આવ્યો હતો, ત્યારે ત્યાં હાજર સચિન પોલીસ મથકના એ.એસ.આઈ. પિતામ્બર પાટીલ દ્વારા તેની મદદ કરવામાં આવી હતી. એ.એસ.આઈ. દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ઉંચકીને પહેલા માળે આવેલા પરીક્ષા ખંડ સુધી પહોંચાડ્યો હતો અને તે પરીક્ષા આપી શક્યો હતો. એ.એસ.આઈ. પિતામ્બર પાટીલે જણાવ્યું હતું કે આજે તલાટીની પરીક્ષાને લઈને અમે બંદોબસ્તમાં હતા, ત્યારે પીપલોદ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર ખાતે એક દિવ્યાંગ વ્યક્તિ તલાટીની પરીક્ષા આપવા માટે આવ્યો હતો. તે બંને પગે ચાલી શકે તેમ ન હતો અને તેનો પરીક્ષા ખંડ પહેલા માળે હતો. જેથી મે તે પરીક્ષા આપી શકે અને તેનું ભવિષ્ય ઉજવવળ બને તે માટે તેને ઉંચકીને પરીક્ષા ખંડ સુધી પહોંચાડ્યો હતો અને તે પરીક્ષા આપી શક્યો છે.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત