33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સુરતમાં ડુપ્લિકેટ RC બુકથી બાઇક વેચવાનું કોભાંડ ઝડપાયું, 6 આરોપીઓની ધરપકડ


સુરતમાંથી નકલી આરસી બુક બનાવી આપવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યુ છે. ઉતરાણ પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી, તે દરમિયાન પોલીસે નકલી RC બુક બનાવી આપીને બાઇકો વેચવાનું કૌભાંડ ધ્યાને આવ્યુ હતુ, પોલીસે તાત્કાલિક એક્શન લેતા આ સમગ્ર મામલામાં એક સગીર સહિત કુલ છ લોકોને ઝડપી પાડ્યા હતા, પોલીસે ઉત્રાણ વિસ્તારમાં વીઆઇપી રોડ પાસેથી ચોરીની મોટરસાઇકલ સાથે ફિરોઝખાન પઠાણને પકડી પાડી તેની પૂછપરછ કરતા તેમની પાસેથી બાઇકના ડોક્યુમેન્ટસ મેળવી ચકાસણી કરવામાં આવી હતી..પોલીસે ખાતરી હતી કે આ બાઈક ચોરી નિજ છે..જેથી અગાઉ થયેલ બાઈક ચોરી ની ફરિયાદ ના આધારે બાઈક ના મૂળ માલિક ને બોલાવતા તેમણે બાઈક ની અસલી RC બુક બતાવતા પોલીસ ચોંકી ઉઠી હતી.. જેથી પોલીસે આરોપીની ઉંડાણપૂર્વક તપાસ કરતાંં એક 15 વર્ષના કિશોરે મોજશોખ કરવા માટે આ બાઇક ઉત્રાણ એન્જલ સ્કવેરમાંથી ચોરી હોવાનું ખૂલ્યું હતું. ત્યાર બાદ ગાડી લે-વેચનું કામ કરતાં વસીમને આ મોટરસાઇકલ વેચી દેવામાં આવી હતી. ફિરોઝખાને આ બાઇક વસીમ પાસેથી ખરીદી હતી. ફિરોઝખાને જય ઉર્ફે જીમી અને નોપારામ પઢિયાર પાસેથી આ બાઇકની ડુપ્લિકેટ આરસી બુક બનાવી હતી.  આ તપાસમાં પોલીસે આરોપીઓ પાસેથી ડીવીડી સહિત કુલ 1 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો . જોકે, ઉતરાણ પોલીસે આ કેસ અંગે સઘન તપાસ શરૂ કરી ત્યારે આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ અને નકલી આરસી બુક  બનાવી આપનાર એજન્ટ હિતેશ ખુદસકર ફરાર થઇ ગયો હતો.પોલીસે વસીમ મહંમદ પટેલ ,જય ઉર્ફે જિમી અછરા ,નોપારામ ખીમચંદ્ર પઢીયાર ,કપિલ ઇશ્વરલાલ કાપડિયા અને અમીરસ ઉર્ફે અજય ચંદ્ર કાંત ની ધરપકડ કરી હતી..આરોપીઓ RC બુક માં RTO માં હોય તે પ્રકારે જ સિક્કો મારી નકલી RC બુક બનાવી દેતા હતા જેથી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર ઉદય તન્ના

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -