સુરતમાં ઘરફોડ ચોરી અને લૂંટના કિસ્સા સતત વધી રહ્યાં છે. પોલીસનું સઘન પેટ્રોલિંગ હોવાના દાવા વચ્ચે સુરત શહેરના સચિન વિસ્તારમાં સ્થિત બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં એક લૂંટારૂ બંદૂક સાથે ઘૂસ્યો હતો. તેણે બેંકના એક કર્મચારીને બંધક બનાવી લોકોમાં ભય ફેલાવ્યો હતો. ત્યાર બાદ બેંકમાંથી ચાર લાખ રૂપિયાની લૂંટ કરીને તે ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. લૂંટની ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.લૂંટની ઘટનાની જાણ થતાં જ પોલીસ બેંકમાં પહોંચી હતી. પોલીસે બેંકના સીસીટીવી તપાસ્યા હતાં. જેમાં આરોપીએ કેવી રીતે લૂંટ કરી તેની તપાસ કરી હતી. ત્યાર બાદ પોલીસે લૂંટારૂને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી નાંખી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે લૂંટારાએ રેકી કરીને લૂંટ કરી હોવાની આશંકા છે. પોલીસે આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -