દેશનાં છેવાડે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા આવેલ છે. અહી દરરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો પ્રવાસી આવેછે. અહી ઓખાથી બેટ દ્વારકા વચ્ચે 170 પેન્શિજર બોટો કાર્યરત્ છે. અહીની બન્ને જેટી ઓ અસુવિધા જૉવા મળે છે. પાણીના પરબ, બેસવા માટે બાકડા, છાયા માટે છાપરા જેવી સામાન્ય સુવિધા પણ નથી. તેમા અલગથી પેસેન્જર ટિકિટ વ્યવસ્થા તથા સાંજે 6 વાગ્યે પેંશિજર બોટો બંધ કરવાના GMBના સરમુખત્યાર સાહી નિર્ણયથી યાત્રિકો વધુ પરેશાન થાય છે. ઉનાળુ વેકેશનમા યાત્રિકોને ધોમધખતા તાપમા મુસાફરી કરવી પડે છે. અને દ્વારકાધીશ મંદિર ના દર્શન સાંજે 5 વાગ્યે ખુલતા હોય ત્યારે પણ ભક્તજનોની ભીડ હોવાથી પરેશાન થાય છે. ઉનાળાના સમયે સાંજે 7:30 વાગ્યાં સુધી પેન્સિજર બોટો ચાલુ રાખવા તથા ટિકિટ બારીની વ્યવસ્થા પહેલા બેસવા અને તડકા થી બચવા છાપરા ની વ્યવસ્થા અંગે ઘટતુ કરવા લોક માંગ ઊઠી છે.
હરેશ ગોકાણી