થોડા દિવસો પહેલા સિંગતેલમાં જબરો ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે છેલ્લા ચાર દિવસથી સિંગતેલમાં મોટો ઉછાળો નોંધાયો છે. આજે ફરી રૂ।5નો ભાવ વધારો થયો છે. જેની સાથે સિંગતેલનો ડબ્બો હાલ રૂ.2615ની સપાટીએ પહોચ્યો છે. છેલ્લા 3 દિવસમાં રૂ.50નો વધારો થયો છે. સિંગતેલમાં ભાવ વધારાનું કારણ માલની અછત અને સાથે માંગમાં વધારો હોવાનું જાણવા મળ્યું છે. સિંગતેલમાં ફરી તેજીનો માહોલ જામ્યો છે. ગઈકાલે પણ સિંગતેલમાં રૂ।5નો વધારો થયો હતો. અને આજે ફરી રૂ।5 વધતા છેલ્લા 3 દિવસમાં અંદાજે ડબ્બે રૂ.50નો ઉછાળો આવ્યો છે. માત્ર સિંગતેલ જ નહી પરંતુ કપાસિયા તેલ અને પામોલિયન તેલમાં પણ ભાવ વધ્યા છે.
સીંગતેલમાં ફરી તેજી જામવા લાગી, ત્રણ દિવસમાં ડબ્બે રૂ.50નો ઉછાળો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -