સૌરાષ્ટ્રમાં મગફળીના પીલાણની સિઝન ચાલી રહી છે, ત્યારે જ રાજકોટ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લામાં તેલના વેપારીઓ-ઉત્પાદકોને ત્યાં સામૂહિક રીતે દરોડા પાડી અને ચાર દિવસમાં અંદાજિત 18 જેટલા જુદી જુદી બ્રાન્ડના સીંગતેલના નમૂના લેવામાં આવ્યા હોવાનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. રાજકોટ જિલ્લાની નાની મોટી 16 ઓઇલ મીલમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ શહેરની અલગ-અલગ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સીંગતેલના રિપોર્ટના નમુનામાં જો કોઈ ખામી જણાશે તો જે તે પેઢી સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે, તેમ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સિંગતેલમાં ભેળસેળની આશંકાએ રાજકોટ જિલ્લામાં આરોગ તંત્રના દરોડા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -