હિંમતનગર પાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા મળે તે માટે વિવિધ વિસ્તારોમાં સીસી રોડનું હિંમતનગરના ધારાસભ્ય ના હસ્તે લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. જોકે 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી 8.88 કરોડના વિકાસનો કામ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પહોંચીને લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા 5.54 કરોડના ખર્ચે બનેલા ત્રણ ટીપી રોડનું લોકાર્પણ અને 3.33 કરોડના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવ્યા છે. નવીન બનાવેલા સીસી રોડમાં બ્લોક રોડ, મેટલ રોડ, સ્ટ્રોંગ વોટર લાઈન તથા ગટર લાઇન સહિતની વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત ધારાસભ્યના હસ્તે કરવામાં આવી હતું. શહેરના મધ્યમાં આવેલી કેનલ ફ્રન્ટ ઉપર સાયકલિંગ રાઇડિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.
ઉમંગ રાવલ