સલાયા પોલીસ સ્ટેશનની આગળ સ્મશાન ગૃહ આવેલ છે.જેના નવા બનેલ હોલ પાસે જ સલાયા નગર પાલિકા દ્વારા સલાયા ગામનો કચરો નાખી જતા ગંદકી ફેલાયેલ છે.ત્યાં ઊભી શકાતું પણ નથી.આં વેસ્ટ કચરાના ઢગલા પાસેથી ભારે દુર્ગંધને લીધે નીકળવું પણ અશક્ય છે. હાલ સલાયા શહેર ભાજપ ના પ્રભારી પરેશભાઈ કાનાણી,શહેર ભાજપ મહામંત્રી ઓ મોહનભાઈ વ્યાસ તેમજ લાલજીભાઈ ભૂવા દ્વારા આં કચરો તાત્કાલિક ઉપાડવા નગર પાલિકાને જાણ કરેલ છે. સ્મશાન ગૃહ પાસે આવી દુર્ગંધ મારતો વેસ્ટ કચરો નાખી જતા સલાયાની જનતાની લાગણી દુભાઈ છે. નગર પાલિકા વહેલી તકે આં કચરો ઉપાડી અને ત્યાં જરૂરી દવાનો છંટકાવ કરે એવી માંગણી ઉઠી છે.
રિપોર્ટિંગ. આનંદ લાલ