સલાયાથી પરોડીયા ગામને જોડતો માર્ગમાં ઠેર ઠેર ખાડા પડી ગયેલ છે. ડામર પણ ઉખડી ગયેલ છે. હાલ અહી ડામર રોડ હતો એવું કહી શકાય પણ હકીકતમાં હવે આં રોડ ઉપર ડામર રહ્યો જ નથી ફક્ત ખાડા રહ્યા છે. આ ખરાબ રોડ ના લીધે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે.. આ રોડ છેલ્લે 2008 માં બન્યો હતો. પરોડિયા ગામનાં યુવા સરપંચ દ્વારા અનેક વખત આ બાબતે અરજી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નિરાકરણ આવ્યું નથી. આવનારા સમયમાં જો આં માર્ગ બનાવવા માં નહિ આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે જવા મજબુર બનશે તે હકીકત છે.
રિપોર્ટિંગ. આનંદ લાલ સલાયા